Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
નારાજગીને લઈને પૂર્વ CM આનંદીબેન પટેલે શું કર્યો ખુલાસો, રીપિટ ફોર્મ્યુલા અંગે શું કહ્યું, જાણો વિગતે
જોકે નારાજગીને લઈને આનંદીબેન પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પક્ષમાંથી હું કોઈનાથી નારાજ નથી. જ્યારે સોશિયલ મીડિયા પર વહેલા મેસેજ પર કોઈએ ભરોસો કરવો નહીં. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી નારાજગીની વાતો પણ તદ્દન ખોટી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહત્વની વાત એ છે કે પાર્લામેન્ટરીની આ બેઠકમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દિલ્લી ન જતાં અમિત શાહ એકાએક અમદાવાદ દોડી આવ્યા હતાં અને કમલમ ખાતે મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં બાકીના રહેલા નામો પર ચર્ચા કરવામાં આવી હતી જે આજે કે કાલે જાહેર થશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપનું 150 પ્લસનું લક્ષ્ય પૂર્ણ થશે. રીપિટ ફોર્મ્યુલામાં લોકોને શું વાંધો હોય, હું પણ ચાર ટર્મ સુધી ચૂંટણી લડી હતી. રીપિટ ફોર્મ્યુલા એ કોઈ ખોટી ફોર્મ્યુલા નથી આવું આનંદીબેન પટેલે જણાવ્યું હતું.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો પસંદ કરવા માટે બુધવારે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં ઉમેદવારોના નામો અંગે વિવાદ સર્જાતા ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નહોતી જોકે શુક્રવારે ભાજપે 70 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી.
પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો અંગે કોઈનો પણ વિરોધ ન હતો. થોડા દિવસમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે. પ્રથમ તબક્કામાં 70 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમને રીપિટ કરવામાં આવ્યા છે. આ તમામ 70 ઉમેદવારને મારા હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા તેમને પણ ભાજપે ટિકિટ આપી છે.
આનંદીબેન પટેલની સોશિયલ મીડિયામાં ચાલી રહેલ અફવા પર પર તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે પાર્લામેન્ટરી બોર્ડના નિરીક્ષકો આવતા હોય છે. પાર્લામેન્ટરી બોર્ડમાં 182 બેઠકોની ચર્ચા થઈ હતી. ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ અઢી દિવસ સુધી ચાલી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -