Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં JDUના કયા ધારાસભ્યને ચૂંટણીપંચે આપ્યો મોટો ઝટકો? જાણો વિગતે
જો કે JDU અને ભાજપનું બિહારમાં ગઠબંધન છે. પરંતુ તેમ છતાં પણ રાજ્યસભાની જે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે એમનાં દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ કોંગ્રેસને મત આપ્યો છે. જેથી આવી તમામ રાજકીય બાબતો ચાલી રહી હતી ત્યારે ચૂંટણીપંચ દ્વારા છોટુ વસાવાને એક ઝટકો આપવામાં આવ્યો હતો. જેથી છોટુ વસાવા જો ગઠબંધન થાય તો ઠીક છે નહીં તો છોટુ વસાવાને અપક્ષ તરીકે પણ આગામી ચૂંટણી લડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેડીયુના પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે, ચૂંટણી પંચે અમારા આ દાવાને માન્યો છે. પંચના નિર્ણય પછી હવે પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડશે. તીર આદિવાસી ક્ષેત્રમાં ઘણું જ લોકપ્રિય છે. અમને આશા છે કે ગુજરાતમાં પાર્ટીને સારો એવો સપોર્ટ મળશે.
ગાંધીનગર: વિધાનસભા ચૂંટણીનો ગુજરાતમાં જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ઘણા વિવાદો પણ સામે આવી રહ્યા છે અને ચૂંટણીપંચ સમક્ષ સામ સામે ફરિયાદો પણ થવા પામી છે. ત્યારે JDUનાં છોટાઉદેપુરનાં ધારાસભ્ય છોટુ વસાવાને ચૂંટણીપંચે એક મોટો ઝટકો આપ્યો છે. છોટુ વસાવાએ JDUનાં નિશાન પરથી ચૂંટણી લડવાની માગણી કરી હતી. જોકે ચૂંટણીપંચે તેમને JDUનાં નિશાન પરથી ચૂંટણી ન લડી શકે તેવો આદેશ આપ્યો છે. જેથી હવે છોટુ વસાવા અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
નીતિશ કુમારના જૂથે સોમવારે ચૂંટણી પંચને મળીને પાર્ટીના ચૂંટણી ચિન્હ અંગે તાત્કાલિક ફેંસલો આપવાની માગ કરી હતી. નીતિશ કુમારના સમર્થકોએ આક્ષેપ કર્યા હતા કે, શરદ યાદવ જૂથ દ્વારા ચૂંટણી ચિન્હના નિશાન અંગેનો ફેંસલો લટકાવવા માગે છે જેથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ચિન્હનો ઉપયોગ ન થઈ શકે. ચૂંટણી પંચના ફેંસલા બાદ બિહારના મુખ્યમંત્રીના નેતૃત્વમાં હવે જેડીયુ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી લડશે.
ચૂંટણી પંચે શુક્રવારે જેડીયુના ચૂંટણી ચિન્હ અંગે મહત્વના સમાધાન કરતાં, નીતિશ કુમારના નેતૃત્વવાળા જેડીયુને ચૂંટણી ચિન્હ 'તીર' આપવાનો નિર્ણય સંભળાવ્યો છે. તેમજ છોટુ વસાવાની અરજીને પણ ચૂંટણી પંચે ફગાવી દીધી છે. અને આ સાથે જ ચૂંટણી પંચે શરદ યાદવ જૂથને જોરદારો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે નીતિશ કુમાર પાસે ધારાસભ્યોનું પુરતું સમર્થન હોવાનું જણાવી તીરનું નિશાન આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -