મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની સીબીઆઈએ ત્રીજા દિવસે આશરે આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તી સવારે 10.30 વાગ્યા આસાપાસ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી હતા. બાદમાં સાંજે સાત વાગ્યે પૂછપરછ બાદ બહાર નિકળી હતી. સૂત્રોની જાણકારી મુજબ આજની તપાસમાં રિયાનું વર્તન યોગ્ય ન હતું. પૂછપરછ દરમિયાન મહિલા પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યા હતા.
ડ્રગ્સ સાથે જોડાયેલા સવાલ પર ભડકી રિયા
રિયા સિવાય સૈમુઅલ મિરાંડા,સિદ્ધાર્થી પિઠાણી પણ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં હાજર હતા. પ્રથમ દિવસે સિયાની સીબીઆઈએ 10 કલાક અને બીજા દિવસે સાત કલાક પૂછપરછ કરી હતી. સૂત્રોની જાણકારી અનુસાર ડ્રગ્સ સાથે જોડાયેલા સવાલ પર રિયા ભડકી ગઈ હતી. ત્રણ દિવસની પૂછપરછમાં રિયાને આશરે 100થી વધુ સવાલો પૂછવામાં આવ્યા છે.
સૂત્રોની જાણકારી અનુસાર એજન્સીએ સુશાંતના ક્રેડિટ કાર્ડ અને અભિનેતાની મેડિકલ સારવાર દરમિયાન થયેલા ખર્ચ વિશે પૂછપરછ કરી હતી. આ સાથે જ ડ્રગ્સને લઈને પણ પૂછપરછ કરવામાં આવી હતી જેના પર રિયા ભડકી ગઈ હતી.
સુશાંતના પૈસા ખર્ચ કરવાના સવાલ પર રિયાએ જણાવ્યું કે તે સુશાંતના પૈસા ખર્ચ નહોતી કરતી પરંતુ સુશાંત પોતે ખર્ચ કરતો હતો. તેના પર સીબીઆઈએ સવાલ કર્યો કે જો આવું હતુ તો પછી તેણે સૈમુઅલ મિરાંડા પાસેથી સુશાંતના ડેબિટ કાર્ડનો પિન કેમ મેળવ્યો. સીબીઆઈના આ સવાલ પર રિયા ચૂપ રહી હતી.
SSR Case: રિયા ચક્રવર્તીની ત્રીજા દિવસે CBI એ આશરે 8 કલાક સુધી કરી પૂછપરછ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2020 10:01 PM (IST)
સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની સીબીઆઈએ ત્રીજા દિવસે આશરે આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -