ધોનીની આ હેરસ્ટાઇલિસ્ટ પર 24 વર્ષની ઉંમરે થયો હતો ગેંગરેપ, જાણો વિગત
મુંબઇઃ ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં નવી હેરસ્ટાઇલમાં જોવા મળ્યો હતો. રાજસ્થાન રોયલ સામેની મેચમાં ધોની Viking હેરસ્ટાઇલમાં જોવા મળ્યો હતો. તેની હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાનીએ ધોનીના નવા લૂકમાં એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “It’s not a Mohawk. It’s called the Viking!
સપનાએ કહ્યું કે આ ઘટના બાદ હું તૂટી નહી અને આજે પણ શોર્ટ ડ્રેસ પહેરું અને ચમકીલી લિપસ્ટિક લગાવીને બહાર જાઉં છું.
સપના ભવનાનીએ લખ્યું કે, મારા પિતાના મોત બાદ શિકાગો જતી રહી હતી. જ્યાં મારા જેવા અનેક લોકો હતા જેને ટેટૂ બનાવવાના, વાળ સાથે અનેક પ્રયોગ કરવા જેવી તમામ આઝાદી હતી. એક વખત ક્રિમસની રાત્રે હું એકલી બહાર ગઇ હતી. મે એક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો અને લાલ લિપસ્ટિક લગાવી હતી. ત્યારે કેટલાક લોકોએ મારા માથે ગન રાખી દીધી અને મારા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.
બિગ બોસ-6માં ભાગ લઇ ચૂકેલી સપના ભવનાનીએ થોડા સમય અગાઉ જ ખુલાસો કર્યો હતો કે તે 24 વર્ષની હતી ત્યારે શિકાગોમાં તેના પર ગેંગરેપ થયો હતો.
ઉલ્લેખનીય છે કે હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાના ક્લાયન્ટમાં ધોની, ધોનીની પત્ની સાક્ષી, અભિનેતા જ્હોન અબ્રાહમ, વિરાટ કોહલી, સુશાંત રાજપૂત સહિતના અનેક સિતારાઓ છે.