દિલ્હીની ટીમને મળ્યો નવો કેપ્ટન 'અય્યર', જાણો કોણ છે શ્રેયસ અય્યર ને કોના સાથે થાય છે સરખામણી
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ-11 (આઇપીએલ)માં દિલ્હી ડેરડેવિલ્સના સતત ખરાબ પ્રદર્શન કેપ્ટન ગંભીરે કેપ્ટનશીપ છોડી દીધી છે, હવે ગંભીરની જગ્યાએ દિલ્હીની કમાન નવયુવાન ખેલાડી શ્રેયસ અય્યરના હાથમાં આવી છે. એટલે હવે દિલ્હીની ટીમને 23 વર્ષીય અય્યર લીડ કરશે. અહીં અમે તમને શ્રેયર અય્યર વિશે માહિતી આપી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇપીએલ 2015માં અય્યરે 14 મેચોમાં 33.76ની એવરેજથી 439 રન ફટકાર્યા હતા. તેને 9 મૉસ્ટ એમર્જિંગ પ્લેયર 2015ના લિસ્ટમાં પણ સ્થાન મળ્યું હતું.
શ્રેયસ અય્યરે ઇન્ડિયન પ્રીમિયર લીગ-11માં દિલ્હી ડેરડેવિલ્સે ખરીદ્યો અને હાલ ગંભીર બાદ તેને ટીમની કમાન સોંપવામાં આવી છે. અય્યરની આઇપીએલ કેરિયરની વાત કરીએ તો સૌથી પહેલા 2015માં દિલ્હીની ટીમે અય્યરને 2.6 કરોડમાં ખરીદ્યો, તે સમયે તે ટૂર્નામેન્ટનો હાઇએસ્ટ અર્નિંગ અનકેપ્ડ પ્લેયર બન્યો હતો.
શ્રેયસ અય્યર હાલ મુંબઇની ટીમ તરફથી ડૉમેસ્ટીક ક્રિકેટ રમે છે, તેને રણજી ટ્રૉફી અને વિજય હઝારે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે 2014ના અંડર-19 વર્લ્ડકપમાં પણ ઇન્ડિયન ટીમનો ભાગ રહ્યો હતો.
તેને ક્રિકેટમાં વિરેન્દ્ર સહેવાગ સાથે સરખામણી કરવામાં આવી રહી છે. શ્રેયસ અય્યરે મુંબઇની પોદાર કૉલેજમાંથી ગ્રેજ્યૂએશન કર્યું છે.
શ્રેયસ અય્યરનો જન્મ મુંબઇમાં થયો, 12 વર્ષની ઉંમરથી તેને કૉચ પ્રવિણ અમારે પાસે ક્રિકેટની ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી.
વર્ષીય શ્રેયસ અય્યરનો જન્મ 6 ડિસેમ્બર 1994ના રોજ મુંબઇમાં થયો હતો, તે ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર છે. અય્યર સૌથી વર્ષ 2017માં વનડે કેપ શ્રીલંકા સામેની મેચમાં મેળવી, અને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ 1 નવેમ્બર 2017ના દિવસે ટી-20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -