ધોનીની આ નવી કૂલ 'વાઈકિંગ' હેરસ્ટાઈલ પાછળ સાક્ષી નહીં પણ આ હોટ યુવતી જવાબદાર ? જાણો વિગત
મુંબઇઃ ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં નવી હેરસ્ટાઇલમાં જોવા મળ્યો હતો. તેની હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાનીએ ધોનીના નવા લૂકમાં એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “It’s not a Mohawk. It’s called the Viking!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછ વર્ષ સુધી અમેરિકામા રહ્યા બાદ તેણે મુંબઇમાં જ રહેવાનો નિર્ણય કર્યો. અહીં તેણે એક નવી જ લાઇફ શરૂ કરી. સપનાએ ત્રણ વખત લગ્ન કર્યા છે અને ત્રણેયમાં તેને નિષ્ફળતા મળી છે. હાલમાં સપના ભવનાની બોલિવૂડ અને ક્રિકેટરોની જાણીતી હેરસ્ટાઇલિસ્ટ છે.
જોકે, બાદમાં તેણે કોલેજ અધવચ્ચે છોડીને અમેરિકા જવાનો નિર્ણય કર્યો. ત્યાં તેણે શિકાગોમાં ઇટાલિયન રેસ્ટોરન્ટમાં વેઇટર્સનું પણ કામ કર્યું. બાદમાં તેને હેરડ્રેસિંગમાં રસ હોવાના કારણે તે ક્ષેત્રમા આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.
રિયાલીટી ટીવી શો બિગ બોસની સ્પર્ધક રહી ચૂકેલી સપના ભવનાનીએ સલમાન ખાન પર અનેક બિભત્સ કોમેન્ટો કરતા વિવાદમાં આવી હતી. સપના ભવનાનીનો જન્મ મુંબઇમાં જ થયો હતો. મુંબઇમાં પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરી તેણે કોલેજની શરૂઆત કરી.
જાણીતી હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાની અનેક બોલિવૂડ હસ્તીઓ અને ક્રિકેટરોની હેરસ્ટાઇલિસ્ટ રહી ચૂકી છે. સપના ભવનાનીના ક્લાયન્ટમાં ધોની, ધોનીની પત્ની સાક્ષી, અભિનેતા જ્હોન અબ્રાહમ, વિરાટ કોહલી, સુશાંત રાજપૂત સહિતના અનેક સિતારાઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -