21 વર્ષ પછી જાહન્વી કપૂર પહેલીવાર આ ભાઈને બાંધશે રાખડી, જાણો વિગત
પિતાને રડતા જોઈને અર્જુન કપૂરની પણ આંખમાં આંસુ આવી ગયા હતા. બોની કપૂર પણ તેનો પૂરો પરિવાર હવે સાથે રહે તેવું ઇચ્છી રહ્યો છે અને તેના પ્રયાસ કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીદેવીના નિધન બાદ થોડા જ દિવસોમાં જાહન્વીની પ્રથમ ફિલ્મ રીલિઝ થવાની હતી. ત્યારે તે ઘણી નર્વસ અને દુઃખી જોવા મળી હતી. ત્યારે અર્જુને જાહન્વીનો ઉત્સાહ વધાર્યો હતો. હવે તે રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધીને તેનો આભાર માનશે.
અર્જુને બોનીની દુઃખની ઘડીમાં પળપળ સાથ આપીને પુત્રની જવાબદારી નિભાવી હતી. આઈફાએવોર્ડમાં શ્રીદેવીને ફિલ્મ ‘મોમ’ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે બોની કપૂર તે એવોર્ડ રીસિવ કરતાં અને શ્રીદેવી વિશે બોલતાં ગદગદ થઈ ગયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે શ્રીદેવીના કારણે જાહન્વી અને અર્જુન વચ્ચે પણ તિરાડ જોવા મળી હતી. જાહન્વીએ કોઈ દિવસ પોતાના સાવકા ભાઈ અર્જુનને રાખડી બાંધી નહોતી. પરંતુ હવે તે 21 વર્ષ બાદ અર્જુન સાથે રક્ષાબંધનનો તહેવાર ઊજવવાની છે તેવું બોલિવૂડમાં ચર્ચા ચાલી રહી છે.
મુંબઈ: શ્રીદેવી સાથે બોની કપૂરે લગ્ન કરીને પ્રથમ પત્ની મોનાને છોડી દીધી હતી. ત્યારથી અર્જુન કપૂર શ્રીદેવીથી નારાજ હતો અને તેને અપનાવી નહોતી. એટલું જ નહીં શ્રીદેવીથી થયેલી બે પુત્રીઓ જાહન્વી અને ખુશી સાથે પણ કોઈ સંબંધ નહોતા. પરંતુ હવે શ્રીદેવીના નિધન બાદ બોની કપૂરનો પરિવાર એક થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -