Vijay Verma Confirms Relationship with Tamannaah Bhatia: બાહુબલી ફેમ એક્ટ્રેસ અને સાઉથ સિનેમાની હૉટ અભિનેત્રી ગણાતી તમન્ના ભાટિયા છેલ્લા કેટલાય દિવસોથી અફેરને લઇને ચર્ચામાં છે. તમન્ના ભાટિયા અને વિજય વર્મા એકબીજાને ડેટ કરી રહ્યાં છે, આવી વાતો ટૉક ઓફ ધ ટાઉન બની છે, પરંતુ હવે આ મામલે ખુદ એક્ટ્રેસે મોટો ખુલાસો કર્યો છે. તમન્ના ભાટિયાએ આ સંબંધોને લઈને પોતાનું મૌન તોડતા કહ્યું છે કે, તેને વિજય વર્મા પ્રત્યે ખુબ જ પ્રેમ છે. ખાસ વાત છે કે, અભિેનેત્રીના રિએક્શન બાદ હવે એક્ટર વિજય વર્માએ પણ પોતાનું મૌન તોડ્યું છે. તેને પણ કહ્યું છે કે, હવે તેને પોતાના જીવનમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે.


વિજય વર્માએ જેનિસ સાકેરાને તમન્ના ભાટિયા સાથેના તેના સંબંધો અંગે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું - હું યોગ્ય સમય આવશે ત્યારે આ વિશે વાત કરીશ, પરંતુ હું તમને કહીશ કે અત્યારે મારા જીવનમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે, અને હું ખુશ છું. આ પછી વિજયને એ પણ પૂછવામાં આવ્યું કે તે શા માટે નથી ઈચ્છતો કે લોકો તેની પર્સનલ લાઈફ વિશે વાત કરે. આના જવાબમાં વિજયે કહ્યું કે તે ઈચ્છે છે કે લોકો તેના કામ વિશે વાત કરે.


તમન્ના ભાટિયા માટે શું કહ્યું એક્ટર વિજય વર્માએ  - 
ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે સવાલ-જવાબના સેશન દરમિયાન વિજય વર્માના ફેન્સે તેમને પૂછ્યું, 'શું તમને ટામેટાં ગમે છે?' જવાબમાં, તેને ટમેટાના ઇમોજી સાથે લખ્યું, 'મારું મનપસંદ.' વિજય તમન્ના ભાટિયાને પ્રેમથી આ નામથી બોલાવે છે. અભિનેતાએ તમન્નાનું નામ સીધું લીધું ન હતું. પરંતુ ફેન્સને એ વાતનો સંકેત મળ્યો કે વિજયને તમન્ના માટે કેવી લાગણી છે.


ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને વિજય વર્માની લવ સ્ટોરી ત્યારે જ ચર્ચામાં આવી હતી જ્યારે ગોવામાં ન્યૂ યર પાર્ટીમાં બંનેનો કિસ કરવાનો વીડિયો સામે આવ્યો હતો. આ પાર્ટી પછી પણ બંને અનેકવાર સાથે જોવા મળ્યા હતા.


 


તમન્ના ભાટિયા, - વિરાટ કોહલીથી લઈને ડોક્ટર સુધી જોડાઈ ચૂક્યું છે તમન્ના ભાટિયાનું નામ


વિરાટ કોહલી સાથે જોડાયેલું નામ


એક સમય હતો જ્યારે તમન્ના ભાટિયા અને ક્રિકેટર વિરાટ કોહલીના અફેરના સમાચાર ખૂબ ચર્ચામાં હતા. અભિનેત્રીએ આ અંગે પોતાનો ખુલાસો આપ્યો હતો. તમન્નાની વિરાટ કોહલી સાથે પહેલી મુલાકાત 2012માં એક એડ શૂટ દરમિયાન થઈ હતી. આ પછી બંનેના અફેરની ચર્ચાઓ થવા લાગી. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા હતા. ત્યારબાદ તેઓનું બ્રેકઅપ થઈ ગયું હતું. તેમના બ્રેકઅપનું કારણ બ્રાઝિલિયન મોડલ ઇઝાબેલ હતી.  જેની સાથે વિરાટ કોહલીની નિકટતા વધવા લાગી હતી. જો કે, તમન્ના ભાટિયાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન વિરાટ કોહલી સાથેના તેના સંબંધો વિશે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે એડ શૂટ પછી બંને ક્યારેય એકબીજાને મળ્યા નથી.


પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવાની અફવા 


આ સિવાય તમન્નાનું નામ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે પણ જોડાયું હતું. બંને એક જ્વેલરી શોપમાં સાથે જોવા મળ્યા હતા. જે બાદ તેમની નિકટતા સામે આવી હતી. 2017માં તેમના અફેર બાદ લગ્ન કરવાના સમાચાર પણ સામે આવ્યા હતા.


અમેરિકા સ્થિત એક ડોક્ટર સાથેના અફેરના સમાચાર 


અભિનેત્રીના યુએસ સ્થિત ડોક્ટર સાથેના અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા. આ બધા સમાચારોથી વ્યથિત તમન્નાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'પહેલા દિવસે એક એક્ટર, બીજા દિવસે ક્રિકેટર અને ત્રીજા દિવસે ડોક્ટર. આ બધી અફવાઓ સાંભળ્યા પછી એવું લાગે છે કે હું પતિ ખરીદી કરવા ગઈ છું. હું આવા નકામા સમાચારોને પાયાવિહોણા માનું છું. હું મારી સિંગલ લાઈફમાં ખુશ છું.