શું ‘પદ્માવત’ ફિલ્મ 300 કટ્સ સાથે રિલીઝ થશે? જાણો શું કહ્યું સેન્સર બોર્ડે...
સેન્સર બોર્ડએ 30મી સપ્ટેમ્બરે એક નિવેદનમાં કહ્યું હતું કે, ફિલ્મને U/A સર્ટિફિકેટ મળશે અને તેમાં થોડા ફેરફાર થશે. આ ફેરફારોમાં ફિલ્મના નામને બદલવાનું પણ સામેલ છે. પ્રસૂન જોશીએ કહ્યું કે, સેન્સર બોર્ડને હવે વિવાદમાં ન ખેંચવું જોઈએ. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ પહેાલ તે 1 સપ્ટેમ્બરે રિલીઝ થવાના હતી. જોકે, કરણી સેના હજુ પણ ફિલ્મને દેશભરમાં પ્રતિબંધિત કરવાની માગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોશીએ મંગળવારે કહ્યું કે, ફિલ્મ પદ્માવતના સર્ટિફિકેશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે તેમાં કોઈપણ પ્રકારની કાપકૂપ નહીં થાય. જોશીએ કહ્યું કે, ફિલ્મ નિર્માતાઓએ બોર્ડની સલાહકાર પેનલના સૂચનો અનુસાર ફેરફાર કરીને ફિલ્મની ફરીથી પ્રિન્ટ આપી છે.
જોશીએ એક નિવેદનમાં કહ્યું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ પહેલા જ આ જણાવી દીધું છે અને ફિલ્મને U/A સર્ટિફિકેટ આપી દેવાયું છે. સેન્સર બોર્ડની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને દ્રશ્યોમાં કાપકૂપ વિશે કોઈ પણ અહેવાલ સંપૂર્ણ રીતે ખોટા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -