Unique Cycle Video: થોડા દિવસ પહેલા જ હવા વગરના ટાયરવાળી સાઈકલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે હવે આવો જ એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયોમાં તમે ચેઈનલેસ સાયકલ જોશો.
અમે જાણીએ છીએ કે તમારા મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે, ચેઈન વગર સાઇકલ કેવી રીતે ચાલશે? અમે પણ પહેલા આવું જ વિચાર્યું હતું, પરંતુ વીડિયો જોયા પછી તમે બધું સમજી જશો. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ચેઈન વિનાની સાઈકલ રસ્તા પર ખુબ ઝડપથી ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તમે બે લોકોને અલગ-અલગ ચેઈનલેસ સાઈકલ ચલાવતા જોઈ શકો છો. આ સાયકલમાં ચેઈન નથી અને ટાયર સીધા પેડલ સાથે જોડાયેલા છે. વાસ્તવમાં આવી ટેક્નોલોજી પહેલીવાર જોવા મળી છે.
આ ટેક્નોલોજીથી સાયકલ ચાલે છે
વાયરલ વીડિયો પર આપવામાં આવેલા કેપ્શન મુજબ, લીવર પેડલ બળનો ગુણાકાર કરે છે, જેથી વ્યક્તિ ઓછી મહેનતે ઝડપથી આગળ વધી શકે. આવા પેડલિંગ હિપ્સ, ઘૂંટણ અને પગની ઘૂંટીના વધુ પડતા વળાંકને દબાવી દે છે જેથી વધુ શ્રમ નથી પડતો.
વીડિયો વાયરલ થયો
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Tansu YEGEN નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. થોડા કલાકો પહેલાં શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 5.2 લાખ વખત જોવામાં આવ્યો છે. 11 હજારથી વધુ યુઝર્સે પણ આ વીડિયોને લાઈક કર્યો છે.