રિપોર્ટ પ્રમાણે શજામોરાની હાલ મુંબઈની એક હોસ્પિટલમાં છે. જ્યારે પરિવારના સભ્યો કરોન્ટાઈનમાં છે અને જલદી તેમનો કોરોના વાયરસ ટેસ્ટ થઈ શકે છે.
કરીમ મોરાની શાહરૂખ ખાનના નજીકના મિત્ર છે અને ચેન્નઈ એક્સપ્રેસની સાથે શાહરૂખ ખાનની દિલવાલે, હેપ્પી ન્યૂ યર અને રા વન પ્રોડ્યૂસ કરી છે. શજા મોરાને ઓલવેઝ કભી કભી અને હેપ્પી ન્યૂ યરમાં અસિસ્ટન્ટ ડાયરેકટરની ભૂમિકા ભજવી છે.
હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 3500થી વધારે છે, જ્યારે 80થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 270થી વધારે લોકો સાજા થઈ ચુક્યા છે. કોરોનાના કહેરને જોતાં પીએમ મોદીએ દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે.