પીએમની દીવા અને મીણબત્તી સળગાવવાની અપીલ પર કેટલાક લોકોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. જેના પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં ઈરફાન પઠાણે લખ્યું કે, “જ્યાં સુધી લોકોએ ફટાકડા ફોડવાનું શરૂ નહોતું કર્યું ત્યાં સુધી બધું સારી રીતે ચાલી રહ્યું હતુ.” ઈરફાન પઠાણનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે અને ફેન્સ પણ આને લઈ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. રા લોકોને સલાહ અને મોટીવેટ કરતો રહે છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે તેણે થોડા સમય પહેલા મોટી સંખ્યામાં માસ્ક પણ વહેંચ્યા હતા. આ ઉપરાંત 10,000 કિલો ચોખા અને 7000 કિલો બટાકાનું પણ વિતરણ કર્યુ હતું.
હાલ દુનિયાના 200થી વધુ દેશ કોરોના વાયરસની મહામારીમાં સપડાઈ ચુક્યા છે છે. વિશ્વમાં 11 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 60 હજારથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 3500થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 83 લોકોના મોત થયા છે.