મુંબઈઃ દીપિકા પાદુકોણ-વિક્રાંત મૈસી સ્ટારર છપાક 10 જાન્યુઆરીએ રીલિઝ થઈ છે. ફિલ્મને લઈને પહેલેથી જ દર્શકોમાં ચર્ચા ચાલી રહી હતી. હવે ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શન પણ સામે આવી ગયું છે. અહેવાલ અનુસાર, છપાકે પ્રથમ દિવસે 5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.


ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, છપાકે પ્રથમ દિવસે 5 કરોડ રૂપિયાનું બોક્શ ઓફિસ કલેક્શન મેળવ્યું છે. જ્યારે અહેવાલ અનુસાર પ્રથમ દિવસે છપાકે લગભગ 4-5 કરોડ રૂપિયાના કલેક્શનની આશા રાખી હતી. કહેવાય છે કે, વીકેન્ડમાં છપાકનું કલેક્શન વધી શકે છે.


જ્યારે 10 જાન્યુઆરીએ અજય દેવગનની તાનાજીઃ ધ અનસંગ વોરીયિર પણ રિલીઝ થઈ હતી. તેની સાથે છપાકની ટક્કર હતી. બન્ને ફિલ્મ ફર્સ્ટ ડે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો અજય દેવગનની તાનાજી છપાક કરતાં ઘણી આગળ છે. જ્યારે સ્ક્રીન્સના મામલે પણ તાનાજીને 4540 સ્ક્રીન્સ મળી, જ્યારે છપાકને ભારતમાં 1700 અને વિદેશમાં 460 સ્ક્રીન્સ મળીને કુલ 2160 સ્ક્રીન્સ પર છપાકનું આ કલેક્શન ઓછું ન કહેવાય.

મેઘના ગુલઝારના નિર્દેશમાં બનેલ છપાક એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની સત્ય કહાની પર બનેલ છે. ફિલ્મમાં દીપિકાએ લક્ષ્મીની અને વિક્રાંત મૈસીએ લક્ષ્મીના રિયલ લાઈફ પાર્ટનર અમોલ દીક્ષિતની ભૂમિકા ભજવી છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો બન્ને તરફથી પોઝીટિવ રિવ્યૂઝ મળ્યા.