બોલિવૂડના આ એક્ટરે કરી ટ્વીટ, PM મોદીએ આપ્યો આવો જવાબ
ઋષિ કપૂરના ટ્વીટના જવાબમાં પીએમે લખ્યું કે,’ પંચમ દા સંગીતની દુનિયાના લિજેન્ડ છે. તેનું કામ આપણને મંત્રમુગ્ધ કરી દે છે.’ આશા ભોસલેએ પણ ટ્વીટ કર્યું હતું,’ચીનમાં પોતાના સંગીતની લોકપ્રિયતાને સાંભળીને પંચમ હસતાં હસે. મને આશા છે કે તેમના અવાજને તે દેશમાં પણ ઓફિશિયલ ઓળખ મળશે. જ્યાં તેમણે જન્મ લીધો છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે આ ગીતનું મ્યૂઝિક આરડી બર્મન એટલે કે પંચમ દાએ આપ્યું હતું. કિશોર કુમાર અને આશા ભોસલેના અવાજમાં ગવાયેલું આ ગીત 1982માં આવેલી ફિલ્મ ‘યે વાદા રહા’નું છે. જે ઋષિ કપૂર અને એક્ટ્રેસ પૂનમ ધિલ્લોન પર શૂટ કરાયું હતું.
આ ગીતની ધૂનને ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અને પીએમ મોદી ખૂબ જ શાંતી સાંભળતા જોવા મળ્યા હતા. તેને લઈને ઋષિ કપૂરે આ ગીતની યૂટ્યૂબ લિંકને ટ્વિટ કરીને પંચમ દા, પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. ગાયક આશા ભોસલેએ પણ ખુશી વ્યક્ત કરી હતી. ઋષિ કપૂરે લખ્યું,’ચાઈનાના લોકોએ પીએમ મોદીના સ્વાગતમાં અમારૂ ગીત વગાડ્યું. હું સન્માનિત અનુભવી રહ્યો છું. આભાર પંચમ!’
મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ યે વાદા રહાનું ઋષિ કપૂર પર ફિલ્માવવામાં આવેલ જાણીતું ગીત ‘તૂ તૂ હૈ વહી દિલ ને જિસે અપના કહા...’ વિદેશી ધરતી ચીનમાં વગાડવામાં આવ્યું. પીએ મોદી ચીનમાં બે દિવસના પ્રવાસ પર હતા. તેના સ્વાગતમાં આયોજિત કાર્યક્રમમાં કલાકારોએ ગીતનું આ સંગીત વગાડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -