'સેક્સના બદલામાં ફિલ્મોમાં રોલ અપાય તેમાં કશું ખોટું નથી', કઈ ફિલ્મી હસ્તીએ કર્યું આ આઘાતજનક નિવેદન ?
થોડા દિવસો પહેલા તેલુગુ એક્ટ્રેસ શ્રીરેડ્ડીએ જાહેરમાં કપડા ઉતારી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ફરી ચગ્યો હતો.જે બાદ તેલુગુની કેટલી અભિનેત્રીઓ સામે આવી અને કાસ્ટિંગ કાઉચ સામે પ્રદર્શન કર્યું.
ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઈ સાથે સરોજ ખાન
આ અંગેનો સવાલ સરોજ ખાનને કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, બોલિવૂડ રોજગારી તો આપે છે, રેપ કરીને છોડી નથી દેતું. સરોજખાનના આ નિવેદનની આલોચના થવા લાગી ત્યારે તેણે માફી માંગી લીધી હતી.
એક ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન સરોજખાને કહ્યું હતું કે, ‘આ બધું બાબા આદમના જમાનાથી ચાલ્યું આવે છે. આ નવું નથી. કોઈને કોઈ છોકરીઓનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. તમે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પાછળ કેમ પડી ગયા છો? તે રોજગારી તો આપે છે, રેપ કરીને છોડી નથી દેતી.’
સરોજખાન બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર છે. તેણે બોલિવૂડમાં અત્યાર સુધી આશરે 2000 ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે.
મુંબઈઃ બોલિવૂડની ઝાકઝમાળ ભરી દુનિયામાં કાસ્ટિંગ કાઉચનો બચાવ કરવા ઉતરેલી જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાન ફસાઇ ગઇ છે. કાસ્ટિંગ કાઉચને યોગ્ય ઠેરવતી સરોજ ખાને દલીલ કરી હતી કે બંનેની મરજીથી થાય છે અને રોજગાર મળે છે. તેના આ નિવેદન પર બબાલ મચી હતી. મામલો વધુ પડતો ગરમાઈ જતાં તેણે માફી માંગી હતી.
તેમણે આગળ કહ્યું કે, ‘તમે શું કરવા માંગો છો તે છોકરી પર નિર્ભર છે. જો તમે સામેવાળાના હાથમાં આવવા નહીં માંગતો હો તો નહીં આવી શકો. તમારી પાસે કલા હોય તો શું તમે તેને નહીં વેચો? ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કંઈ ન કહો, તે અમારા મા-બાપ છે.’