સરોજ ખાનના પરિવારમાં પતિ બી. સોહનલાલ, દીકરો હામીદ ખાન અને પુત્રી હિના ખાન અને સુકના ખાન છે. ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ શરૂ કરનાર સરોજ ખાનને 1974માં 'ગીતા મેરા નામ' સાથે સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો હતો.
તેઓ લાંબા સમયથી પોતાના કામથી દૂર હતા, પરંતુ ગત વર્ષ (2019)માં તેમણે ધમાકેદાર મલ્ટીસ્ટાર ફિલ્મ ‘કલંક’ અને કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’માં એક એક ગીતનું કોરિયોગ્રાફ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, બોલિવુડના દિગ્ગજ કોરિયોગ્રાફરે માત્ર 3 વર્ષની ઉંમરથી પોતાનું બેકગ્રાઉન્ડ ડાંસર કારકિર્દી શરૂ કરી હતી. તેમણે 1974માં પહેલી વખત ગીતા મેરા નામથી કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં કામ મળ્યું હતું. પોતાના કારકિર્દીમાં 2000થી વધારે ગીતોમાં કોરિયોગ્રાફી કરનારી આ દિગ્ગજને ત્રણ વખત નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. સરોજ ખાને ઘણી એવી પણ ફિલ્મો છે જેમાં તેમણે રાઈટર તરીકે પણ કામ કર્યું છે.
મિસ્ટર ઈન્ડિયાનું હવા હવાઈ(1987), તેઝાબથી એક દો તીન(1988), બેટા ફિલ્મથી ધક-ધખ કરને લગા(1992) અને દેવદાસથી ડોલા રે ડોલા(2002) તેમના આઈકોનિક ડાન્સ નંબર છે. એમણે છેલ્લી વાર 2019માં કરણ જોહરના પ્રોડક્શન કલંકનું ગીત તબાહ હો ગઈમાં માધુરી દીક્ષિતને કોરિયાગ્રાફ કરી હતી.