અત્યારે અનલૉક-2ના ફેઝમાં સ્થિતિ થાળે પડવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ લોકોની, ભલેને તે વેપારી હોય કે નોકરિયાત હોય, આવકમાં અપેક્ષા પ્રમાણે પૂર્વવત સ્થિતિ આવી નથી. કર્મચારીઓના પગારમાં 10 ટકાથી માંડીને 45 ટકા સુધીના પગાર કાપ આવી ચૂક્યા છે. ત્યારે કસ્ટમર્સને માથે આ ચાર્જનો વધારાનો બોજ આવી રહ્યો છે તે તેમને ખટકી રહ્યો છે.
રાષ્ટ્રીયકૃત બૅન્કોએ પણ આ ચાર્જ લેવાની શરૂઆત કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાનગી બૅન્કોએ તો રોકડથી રૂા.1000ના કરવામાં આવતા ઉપાડ પર રૂા. 3થી માંડીને રૂા. 4.50 સુધીનો ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે.
એક્સિ બેંકેમાં પણ આગામી 1 ઓગસ્ટથી ઈસીએસ અને NACHના દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા (જીએસટી અલગથી) લેવાનું શરૂ કરશે. એટલે કે એક્સિ બેંકમાં તમારા ખાતામાંથી મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી કપાતી હશે તો હવેથી દરેક એસઆઈપી પર 25 રૂપિયા ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે. તેના પર જીએસટી પણ અલગથી ચૂકવવો પડશે.
મોટા શહેરોમાં તો બૅન્કોએ એટીએમ-ઓટો ટેલરિંગ મશીન પરથી મહિનામાં ત્રણ જ વાર રોકડનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે નાના શહેરોમાં એટીએમ પરથી રોકડના ઉપાડની મર્યાદા મહિને પાંચથી છ વારની રાખવામાં આવી છે. બીજી તરફ મિનિમમ બેલેન્સ ન જળવાય તો તેના પર પણ ચાર્જ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
મિનિમમ બેલેન્સ પર બચત ખાતામાં માત્ર અઢીથી ત્રણ ટકા વ્યાજ અપાય છે. આ બચતની રકમ અને લોનના વ્યાજદરને જોતાં બૅન્ક ખાસ્સો નફો તેમાંથી કવર કરી લે છે.