ડેબ્યૂ ફિલ્મ પહેલા આ એક્ટ્રેસની તસવીરી થઈ વાયરલ, શું સારા અલી ખાનને આપશે ટક્કર?
અનન્યા ફિલ્મમાં ડેબ્યૂ કરતા પહેલા પણ કેટલીક કોસ્મેટિક બ્રાંડ માટે એડ શૂટ કરાવી ચુકી છે. પોતાના ડેબ્યૂ સિવાય અનન્યા અભિનેતા કાર્તિક આર્યન સાથે પણ અફેયરના સમાચારોથી ચર્ચામાં આવી ચુકી છે. સ્ટૂડન્ટ ઓફ ધ યર-2 બાદ કાર્તિક અને અનન્યા ફિલ્મ પતિ પત્ની ઔર વોની રિમીકમાં સાથે જોવા મળશે.
અનન્યા હંમેશા શાહરૂખ ખાનની દીકરી સુહાના સાથે જોવા મળતી રહે છે. આ સિવાય સારા અલી ખાન અને જાહ્નવી કપૂર સાથે પણ તેની સારી મિત્રતા છે.
કરણ જોહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર-2માં અનન્યા અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે. અનન્યા સિવાય તારા સુતારીયા પણ આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર સૌથી પોપ્યુલર સ્ટારકિડ છે. પોતાની ડેબ્યૂ ફિલ્મ પહેલા અનન્યાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. હાલમાં જ અનન્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે.