કપિલ શર્માએ ટ્વિટ કરીને પિતા બન્યાની ખુશી વ્યક્ત કરી હતી. કપિલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, પુત્રીનો જન્મ થતાં ખૂબ ખુશ છું. તમારા સૌના આશીર્વાદ જોઈએ છે. સૌને પ્રેમ. કપિલના આ ટ્વિટ બાદ તેના પર ચાહકોએ શુભેચ્છાનો વરસાદ કર્યો હતો. અનેક સેલિબ્રિટીઝે કપિલને શુભેચ્છા આપી હતી. સોમવારે મોડી રાત્રે કપિલે ટ્વિટ કરીને પિતા બન્યાની ખુશી શેર કરી હતી.
થોડા મહિના પહેલા કપિલે ગિન્નીના પ્રેગ્નેન્સીના સમાચાર કન્ફર્મ કરતાં કહ્યું હતું, હું અને ગિન્ની અમારા પહેલા બાળકને આવકારવા ખૂબ ઉત્સાહિત છીએ. જોકે, અમારા કરતાં વધારે ઉત્સુક મારી માતા છે કારણ કે તે વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહી હતી. અમે ગિન્ની અને બાળકના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યા છીએ.
જણાવી દઈએ કે, કપિલ શર્માએ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે 2018ની 12મી ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. કપિલ અને ગિન્નીના લગ્નમાં ટીવી, બોલિવુડ અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ સામેલ થયા હતા.