કપિલ શર્માની સગાઇ તૂટી, જાણો બ્રેકઅપ પાછળનું કારણ
એક સમાચારપત્રના રિપોર્ટ અનુસાર, આ ટીમ મેંબર કપિલ વિરુદ્ધ કામ કરતી આવી છે પરંતુ કપિલ તેના વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળવા તૈયાર નથી. કપિલ એટલો લાગણીશીલ છે કે, તે આ વાતનો સ્વીકારવા તૈયાર જ નથી કે કોઈ તેના વિરુદ્ધ જઈને પોતાના ફાયદા માટે તેની સાથે વિશ્વાસઘાત કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: કપિલ શર્મા અને તેની સાથે જોડાયેલા વિવાદ પૂરા થવા નામ જ નથી લઈ રહ્યા. ત્યાં હવે સમાચાર એવા મળી રહ્યા છે કે, કપિલ શર્માનું તેની ગર્લફેંન્ડ ગિન્ની ચતરથ સાથે બ્રેકઅપ થઈ ગયું છે અને કોમેડિય કપિલે તેના લગ્ન પણ તોડી નાખ્યા છે. રિપોર્ટ અનુસાર કપિલની ટીમની એક મહિલા સભ્યના કારણે તેના અને ગિન્ની સાથે વર્ષો જૂના સંબંધ ટૂટી ગયા છે.
અહેવાલ અનુસાર, આ જ ટીમના મેંબરે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની ફ્લાઈટમાં થયેલી લડાઈની ખબર ફેલાવી હતી. જો કે કપિલ આ ઝગડાને દબાવવા માંગતો હતો આથી તે પોતાની અગંત જીવનને લાઈમલાઈટમાં લાવ્યો હતો. કપિલે એક ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, “હું એ નથી કહેતો કે તે મારી બેટર હાફ છે, સાચુ તો એ છે કે તે મને પૂરો કરે છે, ગિન્ની હું તને પ્રેમ કરુ છું, તેનો સ્વીકાર કર, હું તેને ખૂબજ પ્રેમ કરુ છું.”
જ્યારે કપિલ અને તે ટીમના સભ્યના અફેરની વાત ચાલતી હતી ત્યારે કપિલે ગિન્ની સાથે લગ્નની જાહેરાત કરીને અફવાઓને નાકામ કરી દીધી હતી. જો કે, હવે આ સંબંધ પણ ટૂટી ગયો છે, તે સિવાય પણ તેની ટીમની તે સભ્ય કપિલને તેના દરેક નજીકના લોકોને દૂર કરવાની કોશિશ કરી રહી છે.
જો કે, રિપોર્ટ અનુસાર ગિન્ની અને કપિલ એક બીજાને કોલેજકાળથી ઓળખે છે. ગિન્નીનું સાચુ નામ ભવનીત છે અને તે જાલંધરની રહેનારી છે. ગિન્નીના પિતા જાલંધરના પ્રખ્યાત બિઝનેસમેન છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -