શું કપિલ શર્માના શોમાં પાછો ફરશે સુનીલ ગ્રોવર, ખુદ કપિલ શર્માએ કર્યો મોટો ખુલાસો, જાણો
કપિલ શર્માએ હાલમાં જ ફેસબુક લાઈવમાં સુનીલ ગ્રોવરને મળવાની વાત કરી હતી. કપીલે કહ્યું કે, સુનીલ મારો મિત્ર છે અને તેની ઇચ્છા હોય ત્યારે તે શો પર પરત આવી શકે છે. જોકે કપીલ શર્માનો આ વીડિયો જોતા એવું લાગે છે કે સુનીલ ગ્રોવર ફરી શોમાં વાપસી કરી શકે છે. જોકે આ મામલે સુનીલ ગ્રોવર તરફથી કોઈપણ ટીપ્પણી કરવામાં આવી નથી.
સુનીલ ગ્રોવર દ્વારા શો છોડ્યા બાદ કપિલ શર્મા શોની ટીઆરપીમાં પણ ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે કપિલ શર્માએ પોતાના શોને આગળ ચાલુ રાખવા માટે ફીમાં ધરખમ ઘટાડો કરવો પડ્યો હતો. જોકે ભારે નુકસાન જતા હવે કપિલ શર્માને પણ પોતાની ભૂલ સમજાઈ હોય એવું લાગે છે.
નવી દિલ્હીઃ પાછલા ઘણા સમયથી દેશના જાણીતા કોમેડિયન કપિલ શાર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેનો વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો. બન્ને મિત્ર વચ્ચે બોલવાનું પણ બંધ હોવાનુ જાણવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરતી વખતે બન્ને વચ્ચે ઝઘડો થતા મિત્રતામાં તીરાડ પડી હતી. બાદમાં સુનીલ ગ્રોવરે કપિલ શર્મા શો છોડવાનો નિર્ણય કર્યો હતો.