કપિલ શર્મા ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે ડિસેમ્બરમાં કરશે લગ્ન, આ જગ્યા પર થશે લગ્ન, જાણો
ચાર દિવસ સુધી ધામધૂમથી કપિલના લગ્નનો જશ્ન મનાવવામાં આવશે. આ લગ્નમાં કપિલના મિત્રો અને પરિવારના લોકો ભાગ લેશે. ત્યારબાદ મુંબઈમાં એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવશે, જ્યાં કપિલના નજીકના લોકો સામેલ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ મુજબ પોતાના નવા શોના લોન્ચ સાથે કપિલના ઘરમાં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. કપિલ શર્મા આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર 2018માં પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લગ્ન કપિલના ગામ અમૃતસરમાં રાખવામાં આવશે.
મુંબઈ: એક્ટર અને કોમેડિયન કપિલ શર્મા ડિપ્રેશનમાંથી બહાર આવી ફરી એક વાર ટીવી પડદે વાપસી કરી રહ્યો છે. તે પોતાનો વજન ઘટાવડવા માટે જિમમાં પરસેવો પાડી રહ્યો છે. દિવાળી પર તે પોતાના શોની ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યો છે. એવામાં કપિલ શર્માના ફેન્સ માટે વધુ એક ખુશખબરી છે. પ્રોફેશનલ સાથે તેઓ પર્સનલ લાઈફને પણ આગળ વધારી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -