કોમેડિયન કપિલ શર્માના આજે લગ્ન, જાણો ક્યાં જોઈ શકાશે લાઇવ
કપિલ શર્મા પણ બે રિવાજથી લગ્ન કરશે. 12 ડિસેમ્બરના રોજ જાલંધરમાં હિન્દુ રીત રિવાજથી ફેરા ફરશે જ્યારે 13 ડિસેમ્બરે શીખ રીત રિવાજથી લગ્ન કરશે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. કપિલ અને ગિન્ની પંજાબના જાલંધરમાં લગ્ન કરી રહ્યા છે. જાલંધર ગિન્નીનું હોમટાઉન છે. આ કારણે તેઓ ત્યાં લગ્ન કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકપિલ શર્માએ અમૃતસરમાં 14 ડિસેમ્બરના રોજ એક રિસેપ્શનનું આયોજન કર્યું છે. જેમાં તેના નજીકના મિત્રો અને સંબંધીઓ સામેલ થશે. બીજું રિસેપ્શન 24 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે. જેમાં બોલીવુડ અને બિઝનેસ સેલિબ્રિટી સામેલ થઈ શકે છે.
કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી, રાજીવ ઠાકુર, સિંગર ઋચા શર્મા લગ્નમાં સામેલ થવા આવી પહોંચ્યા છે. તમામે કપિલ સાથે ગ્રુપ ફોટોશૂટ પણ કરાવ્યું છે. આ દરમિયાન કપિલ મિત્રો સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. કપિલના કોમેડી શો ધ કપિલ શર્મા શોની પૂરી ટીમ પણ લગ્નમાં સામેલ થવા આવી પહોંચી છે.
કપિલના ફેન્સ તેના લગ્નને ફેન્સ લાઇવ જોઈ શકશે. અહેવાલ મુજબ લગ્નને યુ-ટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ પર લાઇવ કરવામાં આવશે. કપિલના મિત્રોએ તેની પૂરી તૈયારી કરી રાખી છે. લગ્ન પહેલા સંગીત, મેહંદી અને માતાની ચોકી રાખવામાં આવી હતી. આ દરમિયાન કપિલની માતાનો ઉત્સાહ સમાતો નહોતો.
મુંબઈઃ જાણીતા કોમેડિયન કપિલ શર્મા આજે તેની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્નના બંધનમાં બંધાશે. કપિલના અનેક નજીકના મિત્રો લગ્નમાં હાજર રહેવા પંજાબ પહોંચી ગયા છે. તેની પ્રી વેડિંગ ફંકશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -