પાગલખાનામાં હતો 4 મહિનાથી ગુમ આ કોમેડિયન, કહ્યું- બહાર આવવામાં કોઈએ ન કરી મદદ
સોમીએ ફેસબુક પર લખ્યું હતું કે, તમને લોકોને યાદ છે સિદ્ધાર્થ સાગર ઉર્ફ સેલ્ફી મોસી ઉર્ફ નસીર. આ વ્યક્તિ પાછલા 4 મહિનાથી ગુમ છે. તેને છેલ્લી વાર 18 નવેમ્બર 2017 પર જોવાયો હતો. કોઈ નથી જાણતું તે ક્યાં છે, તે મારો ખૂબ સારો મિત્ર છે. પ્લીઝ તેને શોધવાનો પ્રયાસ કરો. આ ખબરને બને તેટલી શેર કરો. જોકે સોમીએ બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધ કપિલ શર્મા શોમાં નજર આવી ચુકેલા કોમેડિયન સિદ્ધર્થ સાગર પાછલા 4 મહિનાથી ક્યાં છે તેની જાણકારી નહોતી. સિદ્ધાર્થ વિશે કોઈ જાણકારી ન મળતા તેના દોસ્ત સોમી સક્સેનાએ પોતાના ફેસબુક પેજ પર તેના ગુમ થયાની જાણકારી આપી હતી.
સિદ્ધાર્થે કહ્યું કે મને ધીમે ધીમે અહેસાસ થયો કે મારા મારા-પિતા મારી વિરુદ્ધ નહોતા. તેમને માત્ર પૈસા જોઈતા હતા.
આ યુવતી કોઈ છે તે વિશે ટૂંક સમયમાં બધી વાત મીડિયા સમક્ષ લાવશે. સિદ્ધાર્થે પોતાના પરિવાર અને કેટલાક સંબંધીઓ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. પરંતુ જ્યારે તે પાગલખાનામાં હતો ત્યારે તેમણે ફરિયાદ ગાયબ કરી દીધી.
તેણે જણાવ્યું કે મેં લોકોને કહ્યું કે મારા શુભચિંતકોને જણાવે કે હું પાગલખાનામાં છું, પરંતુ કોઈએ મારી મદદ ન કરી. તેને કોઈ યુવતી દવાઓ આપતી હતી. જે બાદ તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસતો હતો.
મુંબઈઃ કોમેડિયન સિદ્ધાર્થ સાગરના ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરુ બનતું જઈ રહ્યું છે, પહેલા તેનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે તે સુરક્ષિત છે, પરંતુ હવે તેમાં નવો વળાંક આવ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં સિદ્ધાર્થે કહ્યું કે, કે પાગલખાનામાં હતો. તેણે કહ્યું કે તેનો પરિવાર સંપત્તિના વિવાદમાં ફસાયેલો હતો. ઇન્ટરવ્યૂમાં બોલતા તેણે આગળ કહ્યું કે, મેં પાગલખાનામાં જોયું કે દર્દીઓને શોક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હું ડિપ્રેશનમાં જઈ રહ્યો હતો. કોઈને ખબર ન હતી કે હું હાલમાં ક્યાં છું, પરંતુ હાલમાં હું જેમની સાથે રહુ છું તેણે મને આ ટ્રોમાથી બહાર નીકળવામાં મારી મદદ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -