હૃતિકે કોરોનાની મહામારી સામે લડી રહેલી મહારાષ્ટ્ર સરકારને સહકાર આપ્યો છે. તેણે ગલીઓમાં જઈને કામ કરતાં BMCના કર્મચારીઓ અને અન્ય કેરટેકર્સ માટે 20 લાખ રૂપિયાની મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
હૃતિક રોશન હાલ સેલ્ફ આઈસોલેશનમાં પોતાના ઘરમાં છે. હાલ લોકડાઉનની સ્થિતિ હોવાથી ઘરની બહાર જવું શક્ય નથી. ત્યારે હૃતિકના બંને દીકરાઓને મમ્મી વિના ના રહેવું પડે તે માટે એક્સ-કપલે સરાહનીય નિર્ણય કર્યો છે. હૃતિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, આ મારી પ્રિય સુઝેન (એક્સ-વાઈફ)ની તસવીર છે.
હાલની સ્થિતિને જોતાં તે સ્વેચ્છાએ મારાં ઘરે રહેવા આવી છે. જેથી અમારા બાળકોને અમારા બંનેમાંથી કોઈના પણ વિના રહેવાનો વારો ના આવે. બાળકોના ઉછેરની આપણી આ જર્નીમાં સાથ અને સહકાર આપવા બદલ આભાર સુઝેન.”
અગાઉ હૃતિકે લોકોને ઘરે રહેવાની અપીલ કરતો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે લોકોને કોરોના વાયરસ સામે સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી.