કર્ણાટકમાં 55, ગુજરાતમાં 44, યૂપીમાં 42, રાજસ્થાનમાં 43, તેલંગાનામાં 44, દિલ્હીમાં 36, પંજાબમાં 33, હરિયાણામાં 32, તમિલનાડુમાં 29, મધ્ય પ્રદેશમાં 20, લદ્દાખમાં 13 કોરોના વાયરસના સંક્રમિત દર્દી છે.
આરોગ્ય મંત્રાલયે આજના દેશભરના કોરોનાના આંકડાના આધારે કહ્યું કે, ભારતમાં સંક્રમણનો દર તુલનાત્મક રીતે સ્થિર છે. મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, ભારતમાં હાલ કોરોના સંક્રમણ બીજા સ્ટેજમાં જ છે અને સામાજિક સંક્રમણથી જોડાયેલા ત્રીજા સ્ટેજમાં પહોંચવાના હાલ કોઈ ઠોસ પ્રમાણ સામે આવ્યા નથી.
દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 22, 340 લોકોના મોત થયા છે અને 121, 227 દર્દીઓ ઠીક પણ થઈ ગયા છે.