મુંબઈઃ ભારતમાં આ રોગ વધારે વકરતો અટકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે 8 કલાકે જનતાને સંબોધન કરીને રવિવાર, 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ રાખવાની અપીલ કરી હતી. તેમના આ સંબોધન સંજય દત્ત, શાહરૂખ ખાન જેવા સ્ટાર્સે ટ્વિટ કરીને રિએકશન આપ્યું હતું. એક્ટ્રેસ પૂજા બેદીએ પણ પીએમ મોદીના સંબોધનને કરેલું ટ્વિટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.


પૂજા બેદીએ ટ્વિટ કરીને લખ્યું, કોરોના વાયરસ દરમિયાન થનારા આર્થિક ઘટાડાનો કેવી રીતે સામનો કરી શકાય તે ભારતે (થાળી વગાડવા દરમિયાન) એ પણ જાણવાની જરૂર છે. નિર્મલા સીતારમણ સમાધાન સાથે આગળ આવો. લોકોને એક યોજના આપો? ઉપાય? જો અન્ય દેશ કરી રહ્યા છે તો ભારત કેમ નહીં.



આ પહેલા પૂજા બેદીએ પીએમ મોદીના સંબોધિત કરીને ટ્વિટ કર્યુ હતું. પૂજા બેદીએ લખ્યું, પ્રિય પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રજોગ શાનદાર સંદેશ માટે આભાર. જેમાં તમે ભારતને કોરોના વાયરસના કહેરથી બચાવવા ભરવામાં આવેલા પગલા અંગે જાણકારી આપી. પરંતુ શું તમને નથી લાગતું કે થોડો દિવસો પહેલા આંધ્રપ્રદેશનો કાર્યક્રમ અને લાખો શ્રદ્ધાળુઓ વાળો રામ ઉત્સવ તમે જે કહી રહ્યા છો તેનાથી વિપરીત છે ?

PM મોદીએ કરેલી જનતા કર્ફ્યુની અપીલ પર બોલિવૂડ સ્ટાર્સ વિવિધ અભિપ્રાય આપી રહ્યા છે.