મુંબઈ: ભારત સહિત દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખી છે. કોરોના વાઈરસના પગલે અમેરિકામાં હેલ્થ ઈમર્જન્સી લાગુ કરવામાં આવ્યા બાદ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવાની ફરજ પડી છે. આવી સ્થિતિમાં ત્યાં અભ્યાસ કરી રહેલી બોની કપૂર અને શ્રીદેવીની દીકરી ખુશી કપૂર પણ ભારત પરત ફરી છે. ખુશી શુક્રવારે રાતે અમેરિકાથી પરત આવતા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
ગ્રે ટ્રેક પેન્ટ અને બ્લેક ટોપમાં ખુશી કપૂર એરપોર્ટ પર સ્પોર્ટ થઈ હતી. તેને બોની કપૂર લેવા માટે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતાં. એરપોર્ટથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે, ખુશી જેવી કારમાં બેસે છે, તે પોતાના હાથમાં સેનિટાઈઝર લગાવે છે.
19 વર્ષીય ખુશી અમેરિકાની ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાં અભ્યાસ કરે છે. તેણે ત્યાં ગત વર્ષે એડમિશન લીધું હતું. બહેન જાન્હવીની જેમ ખુશી પણ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવા માગે છે. તેના કારણે તે હાલ અભિનય શીખી રહી છે.
USમાં હેલ્થ ઈમર્જન્સી બાદ ખુશી કપૂર રાતોરાત ભારત આવી ગઈ, કારમાં બેસીને સૌથી પહેલા કયું કામ કર્યું? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2020 10:43 AM (IST)
ગ્રે ટ્રેક પેન્ટ અને બ્લેક ટોપમાં ખુશી કપૂર એરપોર્ટ પર સ્પોર્ટ થઈ હતી. તેને બોની કપૂર લેવા માટે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -