આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા કૃતિએ લખ્યું, આપણે બધા એક છીએ. આવો સાથે મળીને લડીએ. ઘરની અંદર રહો અને પાણી પીતા રહો અને બની શકે તો આ સમયનો ઉપયોગ તેના માટે કરો ખોવાયેલ છે અથવા જે મળ્યું નથી. સુરક્ષિત રહો. #covid19."
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા એક્ટ્રેસ સની લિયોનીના પતિ ડેનિયલ વેબરે પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી હતી જેમાં તે પરિવાર સાથે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.
કોરોના વાઈરસના ખતરાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તેને મહામારી જાહેર કરી છે. સાથે જ દિલ્હીના તમામ સિનેમાઘરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. ભારતમાં કોરોના વાઈરસના 13 નવા કેસો સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે.