નવી દિલ્હીઃ વરસાદના કારણે સાઉથ આફ્રિકા અને ટીમ ઇન્ડિયા વચ્ચે પ્રથમ વન-ડે મેચ ટોસ વિના જ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારથી જ ધર્મશાળામાં વરસાદ શરૂ થયો હતો.  આ અગાઉ હવામાન વિભાગે ગુરુવારે ધર્મશાળામાં વરસાદની આગાહી કરી હતી. સપ્ટેમ્બર 2019માં જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસ પર આવી હતી ત્યારે પણ ટી-20 સીરિઝની પ્રથમ મેચ ધર્મશાળામાં રમાઇ હતી અને તે પણ વરસાદના કારણે રદ કરવી પડી હતી.



સાઉથ આફ્રિકા સામે સીરિઝની બીજી વન-ડે મેચ 15 માર્ચના રોજ લખનઉમાં રમાશે જ્યારે ત્રીજી વન-ડે મેચ 18 માર્ચના રોજ કોલકત્તામાં રમાશે.