નવી દિલ્હી: કોરોના વાયરસના કહેરને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકો પોતાના ઘરમાં કેદ છે. ત્યારે આજથી રામાયણ અને મહાભારતનું પ્રસારણ શરૂ થયું છે. સવારે 9 અને રાત્રીના 9 વાગ્યે દૂરદર્શન પર રામાયણ પ્રસારિત કરવામાં આવશે તો ડીડી ભારતી પર બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યે મહાભારત પ્રસારિત કરાશે. રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું પાત્ર અરૂણ ગોવિલ અને સીતાનું પાત્ર દીપિકા ચિખલિયાએ ભજવ્યું હતું.


થોડા દિવસો પહેલા દીપિકા ચિખલિયા તેના પરિવાર સાથે કપિલ શર્માના શો પર પહોંચી હતી. દીપિકાના લગ્ન હેમંત ટોપીવાલ સાથે થયા હતા. તેમને બે પુત્રી છે. એકનું નામ નિધી અને બીજાનું નામ જૂહી છે.


જ્યારે રામાયણમાં પ્રભુ શ્રી રામનું પાત્ર ભજવતા એકટર અરૂણ ગોવિલના લગ્ન શ્રીલેખા સાથે થયા હતા. તેમને પણ બે બાળકો છે. પુત્ર અમલ ગોવિલના લગ્ન થઈ ગયા છે, જ્યારે પુત્રી સોનિકા અભ્યાસ પૂરો કર્યા બાદ જોબ કરી રહી છે.


કપલિ શર્મા શોમાં બિહાઈન્ડ ધ સીન્સમાં કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં દીપિકા અને અરૂણના પરિવારના સભ્યો નજરે પડ્યા હતા.