ડેઈલીમેલના અહેવાલ અનુસાર, એન્જેલિનાએ ‘નો કિડ હંગરી’નામના ટ્ર્સ્ટને દસ લાખ ડોલર દાનમાં આપ્યા છે. જેનાથી અત્યાર સુધી 20 લાખ ડોલરનો ઉપયોગ કરી તીસ રાજ્યોમાં ઓછી આવક વાળા પરિવારો અને તેમના બાળકોને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
પોતાના સામાજિક કાર્ય માટે જાણીતી 44 વર્ષીય આ એક્ટ્રેસે કહ્યું કે, “કોરોના વાયરસના પગલે બંધના કારણે લગભગ 100 કરોડથી વધુ બાળકો શાળા જઈ શકતા નથી.” તેમણે કહ્યું, અનેક બાળકો શાળામાં મળતી દેખભાળ અને પોષણ પર નિર્ભર રહે છે જેમાં અમેરિકાના લગભગ 2 કરોડ બાળકો સામેલ છે. જે આ સુવિધાઓ પર આધારિત હોય છે. ‘નો કિડ કંગરી’ એવા બાળકો સુધી વધુમાં વધુ સંખ્યામાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
આ પહેલા જેનિફર ગાર્નર અને એમી એડમ્સ પણ આ સંસ્થાની મદદ માટે આગળ આવી ચૂક્યા છે. આ મહામારી વચ્ચે રેયોન રેનાલ્ડ્સ અને બ્લેક લાઈવલીએ ફૂડ બેન્કોને 1 મિલિયન ડૉલર દાન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. રિહાના પોતાના ક્લારા લિયોનેલ ફાઉન્ડેશના મદદ માટે 5 મિલિયન ડૉલર દાન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં 5 લાખ 33 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને 24 હજાર 99 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.