મુંબઈઃ કોરોના વાયરસ સામે લડવા પીએમ મોદીએ આજે જનતા કર્ફ્યુની હાકલ કરી હતી. આ દરમિયાન સાંજે પાંચ વાગે લોકોને તાળી, થાળી વગાડવા આહવાન કર્યુ હતું. જેને દેશભરમાં જોરદાર સમર્થન મળ્યું હતું.

આ દરમિયાન કોકિલ કંઠી લતા મંગેશકરે ટ્વિટ દ્વારા દેશભરમાં કોરોના વાયરસ સામે લડવા મદદ કરી રહેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેનું આ ટ્વિટ હાલ ખૂબ વાયરલ થયું છે.



લતા મંગેશકરે લખ્યું, નમસ્કાર, જે લોકો તેમની ચિંતા કર્યા વગર આપણને સુરક્ષિત રાખે છે તે તમામ ડોક્ટર્સ, નર્સેસ, હોસ્પિટલ્સ અને તેનો સ્ટાફ, પોલીસ, નગરપાલિકા કર્મચારી અને આપણી સક્ષમ સરકાર આ તમામનો આભાર માનું છું અને બધાનું નમ્રતાપૂર્વક અભિવાદન કરું છું.

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા ખતરાને લઈ સરકારે મોટો ફેંસલો લીધો છે. 31 માર્ચ સુધી તમામ ટ્રેનો, મેટ્રો અને આંતરરાજ્ય બસ સેવા બંધ કરી દેવામાં આવી છે ઉપરાંત અનેક શહેરોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.