કોરોના સામેની લડાઈમાં નાડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ અને નાડિયાદવાલા ગ્રાન્ડસન ફાઉન્ડેશને પીએમ કેર ફન્ડ અને મુખ્યમંત્રી રાહત કોષમા દાન કરવાનો સંકલ્પ કર્યો છે.
સાજિદ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે પોતાના 400થી વધુ કર્મચારીઓના પરિવાર તથા દિહાડી મજૂર તરફથી પણ ઈચ્છીએ છે કે, આ પ્રયાસોમાં પોતાનું થોડુ યોગદાન આપે. તેથી અમને આ મહાન, વૈશ્વિક કારણમાં ભાગ લેવા અને દાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેથી પોતાના તમામ કર્મચારીઓના હાથોને વધુ મજબૂત કરવા માટે બોનસ આપવાની જાહેરાત કરી છે.