નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે પણ કોરોનાવાયરસના કારણે સેલ્ફ આઇસોલેશનમાં છે અને સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરી રહ્યા છે. પ્રિયંકા ચોપજા અને નિક જોનાસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રિયંકા તેના પતિ નિક જોનાસના ખોળામાં માથું મૂકીને ઊંગી રહી છે.



પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની આ તસવીર અત્યાર સુધીમાં 10 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. થોડા દિવસો પહેલા પ્રિયંકાએ તેની રોક સ્ટાર પતિ નિક જોનાસ સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં સેલ્ફ આઇસોલેશનની વાત કહી હતી.


આ વીડિયોમાં પ્રિયંકાએ કહ્યું હતું,. મને આશા છે કે તમામ બધા સુરક્ષિત હશો. હું પણ ત્યાં આવવા માંગુ છું અને તમામને હેલો કહેવા માંગુ છું. આ ખરેખર પરેશાનીનો સમય છે અને આપણા બધાના જીવનમાં પૂરી રીતે બદલાવ આવ્યો છે. એવું લાગી રહ્યું છે કે આ કોઈ ફિલ્મનો હિસ્સો છે પરંતુ તેવું નથી.


આ રીતે પ્રિયંકાએ તેના સેલ્ફ આઇસોલેશનનો અનુભવ શેર કર્યો હતો. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)