જોકે આ મામલે લખનઉ સ્થિત એસજીપીજીઆઈના ડિરેક્ટરે કડક વલણ અપનાવ્યું અને કહ્યું હતું કે, કનિકાને પહેલાં કરતાં સારી સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ તેણે સમજવું પડશે કે તેઓ અહીં દર્દી છે, સેલિબ્રિટી નહીં. કનિકાને સારી સુવિધા હોવા છતાં હોસ્પિટલમાં પણ અલગથી ભોજન જોઈએ છે. આમ પહેલાં લોકોને કોરોનાના જોખમમાં મૂક્યા અને ટીકાપાત્ર બની હવે અણછાજતું વર્તન કરી અને બોલિવૂડની 'બેબીડોલ' ટીકાનો સામનો કરી રહી છે.
કનિકાની પાર્ટીમાં નેતા-અભિનેતા, અધિકારીઓનો મેળવડો હતો. આ દરમિયાન કનિકા કપૂર કોરોના સંક્રમિત જાહેર થઈ તે પહેલાં એક ભવ્ય પાર્ટીમાં ગઈ હતી. તેણે યોજાયેલી આ પાર્ટીમાં નેતા-અભિનેતા, અધિકારીઓનો મેળાવડો હતો જેમાં ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, સાંસદ દુષ્યંત સિંઘ ઉપસ્થિત હતા. સદનસીબે આ બંને નેતાના કોરોના ટેસ્ટા નેગેટિવ આવ્યા છે.