નવી દિલ્હીઃ સલમાન ખાન અને ભાગ્યશ્રીની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મના ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં ગીતો અત્યાર સુધી સાંભળવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ ફિલ્મના ગીત ‘દિલ દીવાના.....’ પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. તેમણે આ ગીતને પોતાના અંદાજમાં પરફોર્મ કર્યા. લોકો તેના આ પરફોર્મન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને પણ તેમના ડાન્સના ખૂબ વખાણ કર્યા.રવિના ટંડને આ વીડિયોને રીટ્વીટ કરતાં લખ્યું કે, 'આજનાં દિવસે જોયલો સૌથી સ્વિટ વીડિયો છે આ.. હાહાહા..'


સોશિયલ મીડિયા પર ભૈયાજી નામનાં અકાઉન્ટ પરથી આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે જે વાયુવેગે વાયરલ થઇ ગયો છે. આ વીડિયોમાં કપલ 'મેને પ્યાર કિયા' ફિલ્મનાં 'દિલ દિવાના..' સોન્ગ પર ડાન્સ કરતાં નજર આવે છે. એટલું જ નહીં આ જોડીએ કપડાં પણ કંઇક આ સોન્ગમાં સલમાન ભાગ્યશ્રીએ પહેર્યા હતાં તેવાં જ પહેર્યા છે. બંને પીળા રંગનાં કપડાંમાં નજર આવે છે. લોકો પણ આ વીડિયોનાં દિલથી વખાણ કરી રહ્યાં છે.



સલમાન ખાનની વાત કરીએ તો હાલમાં તે તેની અપકમિંગ ફિલ્મ 'દબંગ-3'નાં શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે જ્યારે આ ફિલ્મ 20 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે.