75 વર્ષના અભિનેતા જિતેન્દ્ર પર શારીરિક શોષણનો લાગ્યો આરોપ, જાણો કોણે લગાવ્યો આરોપ
વર્ષો બાદ આ આરોપને લઈને જિતેન્દ્રની પર્સનલ લાઈફ ચર્ચાનો વિષય છે. હવે જોવાનું એ છે કે જિતેન્દ્રની કઝિનના આરોપમાં કેટલી સચ્ચાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે જિતેન્દ્ર પોતાના દાયદામાં એક ખૂબજ લોકપ્રિય અભિનેતા હતા. તેમણે એર હોસ્ટેસ શોભા કપૂર સાથે ભાગીને લગ્ન કર્યા હતા. ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂર તેની પુત્રી અને અભિનેતા તુષાર કપૂર તેના પુત્ર છે. લગ્ન પહેલા જિતેન્દ્રનું નામ શ્રીદેવી અને હેમા માલિની સાથે પણ જોડાઈ ચુક્યું છે.
જિતેન્દ્રએ હાતિમ તાઈ, ઔલાદ, હિમ્મતવાલા, મકસદ, આશા અને અર્પણ જેવી અનેક ફિલ્મો કરી છે. જો કે હવે ફિલ્મોમાં કામ કરતા નથી.
મુંબઈ: વિતેલા જમાનાના લોકપ્રિય અભિનેતા જિતેન્દ્ર એક નવા વિવાદમાં સપડાયા છે. 75 વર્ષીય જીતેન્દ્ર પર શારીરિક શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ આરોપ બીજા કોઈએ નહીં પણ તેમની પોતાની કઝિને લગાવ્યો છે. અને હિમાચલ પ્રદેશમાં તેણે ફરિયાદ પણ નોંધાવી છે અને ધરપકડની માગ કરી છે. આ બનાવ એ વખતનો છે જ્યારે જિતેન્દ્રની ઉંમર 18 વર્ષની હતી અને તેની કઝિન 10 વર્ષ નાની હતી. તેમણે કહ્યું કે ફેમિનિસ્ટ અવેરનેસ કેમ્પેન #METOOના કારણે આટલા વર્ષો બાદ મને આ વાત કહેવાની હિંમત મળી છે.
શોભા સાથે લગ્ન પહેલા જિતેન્દ્રનું નામ તેની કો સ્ટાર્સ જયા પ્રદા અને શ્રીદેવી સાથે જોડાઈ ચુક્યું હતું. આ હિરોઈનો સાથે જિતેન્દ્રએ અનેક ફિલ્મો પણ કરી હતી. જિતેન્દ્રનું નામ હેમા માલિની સાથે પણ જોડાઈ ચુક્યું છે.
જિતેન્દ્રની ફિલ્મોની જેમ તેની લવ લાઈફની પણ ખૂબ ચર્ચા થઈ છે. શોભા કપૂર જ્યારે 14 વર્ષની હતી ત્યારે જિતેન્દ્રને મળી હતી. ત્યારે જિતેન્દ્ર ફિલ્મી દુનિયામાં પોતાના કરિયરને લઈને સંઘર્ષ કરી રહ્યા હતા. બાદમાં જિતેન્દ્રએ અનેક હિટ ફિલ્મો કરી અને પોતાનું અલગ મુકામ બનાવ્યું.
આ બનાવ એ વખતનો છે જ્યારે જિતેન્દ્રની ઉંમર 18 વર્ષની હતી અને તેની કઝિન 10 વર્ષ નાની હતી. તેમણે કહ્યું કે ફેમિનિસ્ટ અવેરનેસ કેમ્પેન #METOOના કારણે આટલા વર્ષો બાદ મને આ વાત કહેવાની હિંમત મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -