કેબિનેટ વિસ્તરણની શક્યતા, દોઢ મહિના બાદ પરષોત્તમ સોલંકીએ લીધા ધારાસભ્ય તરીકેના શપથ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Feb 2018 06:14 PM (IST)
1
હાલમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પરષોત્તમ સોલંકીએ અન્ય કોઈ મોટું ખાતું માગ્યું હતું. પણ તે ના મળતા તેઓ નારાજ થયા હતા અને નારાજગીને લઈને તેમણે શપથ ગ્રહણ નહોતા કર્યાં..
2
પરષોત્તમ સોલંકીએ આજે સ્પષ્ટ કર્યું હતું કે મારી અને મારા સમાજની ભાજપ પ્રત્યે કોઈ નારાજગી નથી. બે મહિનામાં જ તેમની માંગ સ્વીકારવાનો મુખ્યમંત્રીએ વિશ્વાસ આપ્યો છે અને મને વિશ્વાસ છે મારી માંગ સ્વીકારવામાં આવશે.
3
ગાંધીનગરઃ ગુજરાતમાં નવી સરકાર આવ્યાને હજુ દોઢ મહિના જ થયા છે એટલામાં કેબિનેટનું વિસ્તરણ થવાની સંભાવના સેવાઇ રહી છે. રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીએ આ અંગેના સંકેત આપ્યા હતા. રાજ્ય કક્ષાનામંત્રી પરષોત્તમ સોલંકીએ આજે ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કર્યાં હતા.