રોહિત શેટ્ટીની આ મદદ માટે મુંબઈ પોલીસે તેમનો આભાર માન્ય છે. મુંબઈ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, “રોહિત શેટ્ટી અમારા ઓન ડ્યૂટી કોવિડ વૉરિયર્સ માટે શહેરના આઠ હોટલોમાં આરામ કરવા, ન્હાવા અને કપડા બદલવા, નાશ્તા તથા જમવાની વ્યવસ્થા કરી છે. કોરોના સામેની આ લડાઈમાં અમારી મદદ કરવા અને મુંબઈને સુરક્ષિત રાખવા માટે અમે તેમને આભાર માનીયે છીએ.”
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રોહિત શેટ્ટીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મજૂરોની મદદ માટે આગળ આવ્યો હતો. તેમણે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડ઼િયા સિને ઈમ્પલોઈસ (FWICE)ને 51 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા.
મંગળવારે મહારાષ્ટ્રમાં નવા 552 કેસ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 5218 પર પહોંચી છે. આ આંકડો દેશભરમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 251 લોકોના મોત થયા છે.