મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 થોડા સમયમાં થિયેટરમાં જોવા મળશે. સલમાન ખાન આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર ફ્રેન્સ વચ્ચે ખૂબ જ વાયરલ થયું હતું. ત્યારબાદ હવે ફિલ્મના એક પછી એક ગીત રિલીઝ કરવામાં આવી રહ્યા છે.


દબંગ 3ના અત્યાર સુધીના મોટાભાગની ગીત રીલીઝ કરવામાં આવ્યા છે, પરંતુ બધા ઓડિયોમાં છે અને એકનો પણ વીડિયો સામે નથી આવ્યો. હવે સલમાન ખાનની ફિલ્મ દબંગનું હુડ હુડ દબંગ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ દબંગ 3નું પ્રથમ વીડિયો સોંગ છે. આ પહેલા તમામ ગીત ઓડિયોમાં રિલીઝ કરવામાં આવ્યા હતા.


દબંગ 3ના આ ગીતને સાજીદ-વાજીદે કમ્પોઝ કર્યું છે. જ્યારે શબીના ખાને તેને કોરિયોગ્રાફ કર્યું છે. દબંગ 3 નું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના રોજ રીલિઝ થશે.