આકાશે આ ટ્વીટ 2010માં કર્યું હતું. જે બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 ઇન્ટરનેશનલમાં હેટ-ટ્રિક લેનાર દીપક ચાહર વિશે હતું. 2010માં આકાશ ચોપરાએ એક યુઝર્સના સવાલનો જવાબ આપતા લખ્યું હતું કે,‘મે એક યુવા ખેલાડીને જોયો છે. રાજસ્થાનમાં દીપક ચાહર. આ નામ યાદ રાખજો…ભવિષ્યમાં તમને આના વિશે ઘણું બધુ સાંભળવા મળશે.’ ક્રિકેટ ફેન્સ હવે એ જ ટ્વીટને રિટ્વિટ કરી રહ્યા છે. આ સાથે કેટલાક ફેન્સ આકાશ ચોપરાની ભવિષ્યવાણીના વખાણ કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ આકાશને ટીમ ઇન્ડિયાના સિલેક્ટર બનાવવાની વાત કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે આકાશ ચોપડાએ 2003થી 2004 સુધી ભારતીય ટીમ માટે કુલ 10 ટેસ્ટ મેચ રમ્યા હતા. આ દરમિયાન તેમને 23.0ની સરેરાશથી 437 રન બનાવ્યા. જેમાં 2 અડધી સદી સામેલ છે. આકાશ ચોપરા હાલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમેન્ટ્રી કરે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે તેમની મેચ દરમિયાન કોમેન્ટ્રીના પણ ઘણા વખાણ કરે છે.