મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું નવું ગીત 'મુન્ના બદનામ હુઆ'સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. કંપોઝર્સે ગીતના મ્યૂઝિકમાં બદલાવ કરતા એજ ટ્રેક પર લાવવાની કોશિશ કરી જેના પર વર્ષ 2010માં ફિલ્મ દબંગનું ગીત મુન્ની બદનામ હુઈ બનાવાયું હતું.


2010માં આવેલી ફિલ્મ દબંગમાં આઈટમ સોંગ મુન્ની બદનામ હુઈ ગીતમાં એશ્વર્યા શર્માએ અવાજ આપ્યો હતો અને દબંગ 3માં આ ગીતમાં પણ ફીમેસ અવાજ મમતા શર્માનો છે. મુન્ની બદનામ ગીત સુપરહિટ થયું હતું.

અભિનેતા મહેશ માંઝરેકની પુત્રી સઈ માંઝરેક 'દબંગ 3'થી બૉલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પ્રભુદેવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મસના બેન હેઠળ બની રહી છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલિઝ થશે.