મુંબઈઃ કોકિલ કંઠી સિંગર લતા મંગેશકરને સોમવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુએમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. 29 સપ્ટેમ્બરે 90 વર્ષના થયેલા ગાયિકાને ઘણા લાંબા સમયથી શરદી-શ્વાસની તકલીફ હતી.

ટીમ ઓફ લતા મંગેશકરના જણાવ્યા મુજબ, ઈન્ફેકશનના કારણે તેમણે આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેઓ ઘરે પરત ફરી ગયા છે અને રિકવર થઈ રહ્યા છે.


માત્ર હિન્દી ભાષામાં જ 1,000થી વધારે ગીતોમાં પોતાનો અવાજ આપનારા લતા મંગેશકરને 2001માં દેશના સર્વોચ્ચા નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

શિવસેનાએ NDA સાથે છેડો ફાડ્યા બાદ બિહારના CM નીતિશ કુમારે આપ્યું મોટું નિવેદન, કહ્યું- અમારે તેનાથી....

ICC T 20 રેન્કિંગમાં દિપક ચહરનો હનુમાન કૂદકો, સીધો જ પહોંચી ગયો ટોપ 50માં

વડોદરામાં યુવા હોકી પ્લેયરે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, જાણો વિગત