મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતીક્ષિત ફિલ્મ દબંગ-3નું ટ્રેલર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ચાલુ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થઈ જવા રહી છે. ફિલ્મનું ટ્રેલર ઘણું દમદાર છે. દોઢ કલાકમાં જ ફિલ્મના ટ્રેલરને 5 લાખ લોકો જોઈ ચુક્યા છે.


સલમાન ખાનની આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર ડેબ્યૂ કરી રહી છે. ટ્રેલરના કેટલાક સીન્સમાં સલમાન ખાન સઈ સાથે રોમાંસ કરતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત સલમાન ખાન પણ બે અલગ અલગ અવતારમાં ટ્રેલરમાં જોવા મળી રહ્યો છે. એક અવતારમાં  મૂંછ વગરના બિલકુલ યંગ અવતારમાં નજરે પડે છે, જ્યારે બીજા અવતારમાં મૂંછ સાથે શાનદાર પર્સનાલિટીવાળો પહેલા જેવો જ દબંગ લાગે છે.

ટ્રેલરની શરૂઆત સલમાન ખાનના એક ડાયલો સાથે થાય છે. જેમાં તે કહે છે, ‘એક હોતા હે પુલિસવાલા ઔર એક હોતા હૈ ગુંડા, ઔર એક હોતા હૈ પુલિસવાલા ગુંડા.’ ફિલ્મનું ઘણું શૂટિંગ જબરદસ્ત લોકેશન્સમાં કરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં રોમાંસ, એકશન, ડાંસ અને મ્યુઝિક શાનદાર છે. દર્શકો ફિલ્મનો પૂરો આનંદ ઉઠાવી શકે તે માટે ટ્રેલરમાં તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. (વીડિયો સૌજન્યઃ યુટ્યૂબ)