રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામે યાદગાર ટેસ્ટ સીરિઝ બાદ ત્રણેય ફોર્મેટમાં ટોપ 10માં પહોંચનારો ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેનની નવી ભૂમિકા નીભાવી છે. સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં કુલ 529 રન બનાવ્યા હતા, જેમાં એક ડબલ સેન્ચુરી સહિત ત્રણ સદી પણ સામેલ છે. વન ડેમાં રોહિત શર્મા 863 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે, જ્યારે ટી20માં 664 પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે.
રોહિત શર્માની પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને રિટાયર્ડ પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીર ક્રિકેટના ત્રણેય ફોર્મટ (ટેસ્ટ, વન ડે અને ટી20)માં ટોપ-10માં સામેલ થઈ ચુક્યા છે.
રહાણેને ફળી રાંચી ટેસ્ટની સદી
બેટ્સમેનોનો રેંકિંગમાં ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન સ્ટીવ સ્મિથ 937 પોઇન્ટ સાથે ટોચ પર છે. જ્યારે વિરાટ કોહલી 926 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે. બીજી તરફ અજિંક્ય રહાણે 751 પોઇન્ટ સાથે પાંચમા સ્થાન પર આવી ગયો છે. રાંચીમાં રહાણેએ 115 રનની રમેલી ઈનિંગના કારણે ટેસ્ટ કરિયરના શ્રેષ્ઠ પાંચમા સ્થાનની બરાબરી કરી હતી. આ પહેલા 2016માં તેણે ટેસ્ટ રેંકિંગમાં પાંચમું સ્થાન હાંસલ કર્યું હતું. વર્તમાન રેંકિંગમાં કેન વિલિયમસન 878 પોઇન્ટ સાથે ત્રીજા અને ચેતેશ્વર પૂજારા ચોથા સ્થાન પર છે.
ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં સતત બીજા દિવસે થયું માવઠું, ખેડૂતોના જીવ ચોંટી ગયા તાળવે, જાણો વિગત
ધોનીની નિવૃત્તિ પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું- ચેમ્પિયન જલદી રમત નથી છોડતાં, જ્યાં સુધી હું છું.....
મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને મળ્યા જામીન, મુકી આ શરત