દાદા સાહેબ ફાળકે એવોર્ડઃ શાહિદ કપૂર, શિલ્પા શેટ્ટીને મળ્યો એવોર્ડ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ
બોલિવૂડ સિવાય ટીવી એક્ટર્સને પણ તેમના યોગદાન બદલ પુરસ્કાર આપવામાં આવ્યા. બેપનાહ ફેમ એક્ટ્રેસ જેનિફર વિંગેટને બેસ્ટ એક્ટ્રેસ ડ્રામાનો પુરસ્કાર આપવામાં આવ્યો. બિગ બોસ માટે હિના ખાનને બેસ્ટ એન્ટરટેનર ફોર રિયાલિટી શૉનો પુરસ્કાર આપવામાં આવ્યો.
સિમ્મી ગરેવાલને લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. શિલ્પા શેટ્ટીને બેસ્ટ રિયાલિટી શૉ જજ, દિવ્યા ખોસલાને આઉટસ્ટેન્ડિંગ શોર્ટફિલ્મ બુલબુલ માટે અવોર્ડ મળ્યો છે. ન્યૂટન માટે અભિનેતા રાજકુમાર રાવને આઉટસ્ટેન્ડિંગ અવોર્ડ આપવામાં આવ્યો છે.
કરણ જોહરને પણ કોફી વિથ કરણ માટે બેસ્ટ ટીવી હોસ્ટનો અવોર્ડ આપવામાં આવ્યો છે.
કરણ પટેલને બેસ્ટ એક્ટર મેલનો અવોર્ડ મળ્યો. સુમોના ચક્રવર્તીને બેસ્ટ કોમિક પર્ફોમર ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો. વિકાસ ગુપ્તાને બ્રેક થ્રુ આર્ટિસ્ટ ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો.
મુંબઈ: શનિવારે મુંબઈમાં દાદાસાહેબ ફાળકે એક્સેલેન્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિનેતા શાહિદ કપૂરને દાદા સાહેબ ફાળકે એક્સેલેન્સ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. અભિનેત્રી તમન્ના ભાટિયાને ફિલ્મ માટે આઉટસ્ટેન્ડિંગ પર્ફોમન્સ માટે અવોર્ડ આપવામાં આવ્યો છે. કરણ જોહરને પણ કોફી વિથ કરણ માટે બેસ્ટ ટીવી હોસ્ટનો અવોર્ડ આપવામાં આવ્યો છે.