અમેરિકાના જાસૂસોનો ખતરો વધતાં રશિયાના પુતિને ખરીદી નવી કાર, કિંમત અને ફિચર્સ જાણીને થઈ જશો દંગ
મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં જ એક નવી કાર ખરીદી છે. પુતિનના જીવ પર ખતરાને જોતા આ કારમાં અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમ છે. અનેક વર્ષો સુધી ટેસ્ટ કર્યા બાદ આ કારને બનાવવામાં આવી છે. પુતિન ટૂંક સમયમાં આ કારમાં ફરતા જોવા મળી શકે છે. આ કાર પોર્શે અને બોસ નામની કંપનીઓ સાથે મળીને બનાવી છે. આ કાર પ્રથમ નજરે રોલ્ય રોયસ જેવી દેખાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારની વિશેષતાની વાત કરવામાં આવે તો કારમાં 4.6 લિટરનું V8 ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 592 Bhp પાવર પેદા કરી શકે છે. કારમાં 9 ઓટોમેટિક ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. કારમાં આવેલા કવચને કારણે તેનું વજન પાંચ ટન જેટલું છે. નિષ્ણાંતોના મતે આ કાર વજનદાર હોવા છતાં પરફોર્મ મામલે બેમિસાલ છે.
કારના ઇન્ટિરિઅરને લઇને હજુ સુધી કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ એક્સપર્ટના મતે આ કારમાં સમૃદ્ધિ પુતિનની છબિ અનુસાર હોઇ શકે છે. પુતિન એપ્રિલ મહિનાના અંતથી આ કારમાં સફર કરશે. સિક્યોરિટીને કારણે આ કારની વિશેષતાઓ પણ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. કારની કિંમત પર રશિયન સરકાર કાંઇ પણ બોલવા તૈયાર નથી.
પુતિનની આ કાર પર બુલેટ, ગ્રેનેડ અને તોપગોળાની કોઇ અસર થશે નહીં. કારમાં આવેલી એર સપ્લાય સિસ્ટમ પુતિનને કેમિકલ અટેક સામે પણ રક્ષણ આપશે. તે સિવાય કારમાં ઇમરજન્સી માટે બ્લડ સ્ટોર કરવાની પણ વ્યવસ્થા છે. કરવામાં આવશે. કારમાં પંક્ચર પડે છતાં પણ તેની ફૂલ સ્પીડમાં દોપુતિનની આ કાર પર બુલેટ, ગ્રેનેડ અને તોપગોળાની કોઇ અસર થશે નહીં. કારમાં આવેલી એર સપ્લાય સિસ્ટમ પુતિનને કેમિકલ અટેક સામે પણ રક્ષણ આપશે. તે સિવાય કારમાં ઇમરજન્સી માટે બ્લડ સ્ટોર કરવાની પણ વ્યવસ્થા છે. કરવામાં આવશે. કારમાં પંક્ચર પડે છતાં પણ તેની ફૂલ સ્પીડમાં દોડાવી શકે છે. ડાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -