મુંબઇઃ ડાન્સ દિવાના જૂનિયરના જજ તરીકે દેખાઇ રહેલી એક્ટ્રેસ ડાન્સ નોરા ફતેહી શૉના સેટ પર પોતાનો ગ્લેમ અવતાર બતાવતી દેખાઇ. પરંતુ આ બધાની વચ્ચે તેનો ફેધર ડ્રેસ દર્શકોનુ ધ્યાન ખેંચતુ રહ્યું. જી હા ફેન્સને તો નોરાની પ્રસંશા કરવાના બહાનુ જોઇતુ હતુ. આવામાં તેના આ ડ્રેસનુ કમ્પેરિઝન બાર્બી ડૉલ સાથે કરી દીધુ અને કૉમેન્ટ કરીને ફેન્સે કહ્યું- શું ખુબ લાગી રહી છો મેડમ.... ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ શૉનો પહેલો એપિસૉડ શૂટ કરવામાં આવ્યો હતો, જેમાં નોરા ફતેહીએ ગ્રીન ડ્રેસ કેરી કર્યો હતો, તે વળી બીજા એપિસૉડમાં પણ નોરા ફતેહીની સુંદર રંગત જોવા મળી. 


બેશક તેના આઉટફિટનુ કમ્પેરિઝન કોઇની પણ સાથે કરવામાં આવે પરંતુ નોરા ફતેહીની ચાંદ જેવો ચહેરે તેને વધુ જગમગાવતો દેખાઇ રહ્યો છે. નોરા ફતેહીની સ્ટાઇલ, નોરાની ફેશન અને નોરાનો એટીટ્યૂડ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં નોરા ફતેહી પોતાને જજ મર્જીની સાથે ઠુમકા લગાવતી પણ દેખાઇ. 




ડાન્સ દિવાને જૂનિયરે નોરા ફતેહીની સાથે મર્જી અને નીતૂ કપૂર જજ કરતી દેખાઇ. સ્પેશ્યલ પ્રૉગ્રામના પ્રૉમોઝ ટીવી પર જ નહીં પણ સોશ્યલ મીડિયા પર પણ ખુબ છવાઇ ગયો છે. ફેન્સ આ શૉ માટે ખુબ ઉત્સાહિત દેખાઇ રહ્યાં છે. નોરાને જજની ખુરશી પર બેસેલી જોઇને દર્શકો ફરીથી તેના પર લટ્ટુ થઇ રહ્યાં છે. માત્ર દર્શકો જ નહીં શૉના કન્ટેસ્ટન્ટ પણ નોરા ફતેહી પર ખુબ પ્રેમ વરસાવી રહ્યાં છે. 
 
ડાન્સર નોરા ફતેહી આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે અવારનવાર પોતાના વીડિયો અને તસવીરો પૉસ્ટ કરતી રહે છે. 


આ પણ વાંચો......... 


Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ


ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન