Little Girl Viral Video: એક ક્યુટ છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈને તમને આશ્ચર્ય થશે અને તમે હસી પડશો. આ વીડિયો ખરેખર રમુજી છે. છોકરીની ઉંમર નાની છે, પરંતુ તેણીએ જે જવાબ આપ્યો છે તે જોરદાર છે.


મમ્મીના સવાલનો અનોખો જવાબઃ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક છોકરીને રડતી જોઈ શકશો. છોકરીની આંખમાં આંસું છે. છોકરીની મમ્મી કહે છે- 'તને લખવું વાંચવું નથી ગમતું?' છોકરી માથું ધુંણાવે છે અને જવાબ આપે છે - ના. આ પછી માતા પૂછે છે- 'તો પછી તને ભણવું ન ગમતું હોય તો તારે શું બનવું છે?' દીકરી જવાબ આપે છે કે, - 'મારે મોટી થઈને કચરા-પોતું (ઝાડુ-પોછા) કરવું છે.


આવું પણ કોઈનું સપનું હોય?
ભીની આંખો સાથે છોકરી કહે છે કે, કચરા પોતું કરવું છે. મમ્મીના સવાલ ઉપર છોકરીનો આ ક્યૂટ જવાબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને હસી પણ રહ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે, આ દુનિયાની પહેલી બાળકી હશે જે મોટી થઈને કચરા પોતું કરવાનું સપનું જોતી હશે.


વીડિયોને લાખો વ્યૂઝ મળ્યાઃ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર theclassicladka નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 25 જૂને અપલોડ કરાયેલો આ વીડિયો લાખો લોકોએ જોયો છે. આ વીડિયોને 3.44 લાખ લોકોએ લાઈક પણ કર્યો છે. લોકો આ વીડિયોને એટલો પસંદ કરી રહ્યા છે કે તેઓ કોમેન્ટ સેક્શનમાં તેમના મિત્રોને પણ ટેગ કરી રહ્યા છે.